શું હું પણ CA બની શકું? મોરબીના વિદ્યાર્થીઓ માટે જે. કે. શાહ ક્લાસીસ દ્વારા CA Foundationનો 7 દિવસનો ફ્રી વર્કશોપ

- text


૭ દિવસના વર્કશોપમાં જોડાઈ અને તમે જાતે જ નકકી કરી શકો છો કે તમે પણ CA બની શકો છો : મોરબીના કોમર્સના વિદ્યાર્થીઓ માટે જે. કે. શાહ ક્લાસીસ સુવર્ણ તક

મોરબી : ધોરણ 10 અને 12 પછી શું કરવું? આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો પ્રશ્ન છે ત્યારે કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સીએનો અભ્યાસક્રમ કારકિર્દી ઘડવા માટે એક સુવર્ણ તક પુરી પાડે છે પરંતુ યોગ્ય અને સાચા માર્ગદર્શન વગર મોટોભાગના વિદ્યાર્થી સીએના અભ્યાસક્રમથી ડર અનુભવતા હોય છે. આવા સંજોગોમાં નામાંકિત જે. કે. શાહ ક્લાસીસ દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે ખાસ 7 દિવસનો વિનામૂલ્યે વર્કશોપ યોજવામાં આવ્યો છે. આ ૭ દિવસના વર્કશોપમાં જોડાઈ અને વિદ્યાર્થી જાતે જ નકકી કરી શકે છે કે તે પણ CA બની શકે છે.

કોરોના મહામારીને કારણે હાલમાં બોર્ડની પરીક્ષા મુલતવી રહેલ છે. તો હવે શું કરવું બધાને મૂંઝવતા આ પ્રશ્ન વચ્ચે ભારતના પ્રતિષ્ઠિત CA, CS, CMA ના કોચિંગ ક્લાસીસ જે. કે. શાહ દ્વારા મોરબીમાં CA Foundationના 7 દિવસના ફ્રી વર્કશોપનું આયોજન કરેલ છે. મોરબીના કોમર્સના વિદ્યાર્થીઓ માટે જે. કે. શાહ ક્લાસીસ સુવર્ણ તક લઈને આવી રહયું છે. જે. કે. શાહ દ્વારા આયોજિત આ વર્કશોપમાં કોઇપણ કોમર્સના વિદ્યાર્થીઓ વિનામુલ્યે જોડાઈ શકશે.

ખાસ કરીને ધોરણ ૧૨ની સાથે શું હું પણ CA Foundation ની તૈયારી કરી શકું છું? શા માટે આ ફ્રી વર્કશોપમાં જોડાવું? ધોરણ ૧૨ની Exam ક્યારે લેવાશે તે હજુ પણ નક્કી નથી. જુલાઈ અથવા ઓગસ્ટમાં લેવાની શક્યતા છે ત્યારે આ ૭ દિવસના વર્કશોપમાં જોડાઈ અને તમે જાતે જ નકકી કરી શકો છો કે તમે પણ CA બની શકો છો કે કેમ તેનો સાચો નિર્ણય લઈ શકો છો. આ વર્કશોપમાં ધોરણ ૧૧ અને ૧૨ તથા CA ફાઉન્ડેશનમાં જે કોમન અભ્યાસક્રમમાં topics આવે છે. તે જ ભણાવવામાં આવશે. જેથી, તમે ધોરણ ૧૨ની પરીક્ષાની તૈયારી પણ સારી રીતે કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૧ અને ૧૨નો 60% થી 70% અભ્યાસક્રમ સી.એ. ફાઉન્ડેશનમાં સમાવેશ છે.

- text

નોંધનીય છે કે આ વર્કશોપમાં જોડાવાથી વિદ્યાર્થીઓના મનમાં રહેલ CA બાબતેની ખોટી ધારણા દૂર થશે. જેમ કે CA અઘરું છે, CA નું પરિણામ ખૂબ ઓછું આવે છે, બોર્ડની પરીક્ષાના ટોપર્સ હોય તે જ CA કરી શકે છે, CA and graduation સાથે કરવાની બંને પર વિપરિત અસર થશે. મતલબ કે બાવાના બેય બગડે, રોજ ૧૮ કે ૨૦ ક્લાક મહેનત કરવાની તાકાત હોઈ તો જ CA બની શકાય છે, CA ખુબ જ મોંઘો અને ખર્ચાળ કોર્ષ છે, CA પૂરું ન થઈ શકે તો પછી વિદ્યાર્થી બિચારો ક્યાંયનો રહેતો નથી, જેવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું પણ આ વર્કશોપમાં સોલ્યુશન મળી રહેશે.

સૌથી અગત્યની બાબત એ છે કે જે. કે. શાહ ક્લાસીસ દ્વારા આ વર્કશોપ દરરોજ સાંજે માત્ર ૩ કલાક રાખેલ છે. જેથી, વિદ્યાર્થીઓ સ્કૂલના સમયમાં કંઈ ફેરફાર ના થાય. જેથી, આ ફ્રી વર્કશોપના રજી્ટ્રેશન માટે આપ નીચે આપેલ ગૂગલ લીંકમાં ફોર્મ ભરીને રજી્ટ્રેશન કરવી શકો છો. https://forms.gle/4xn68w3FApJDHTds9. વધુ વિગત માટે જે.કે.શાહ ક્લાસીસ મોબાઈલ નંબર 9724318185 અથવા 8735810995 ઉપર આપ સંપર્ક પણ કરી શકો છો.

- text