હળવદની સીમમાં એલસીબીએ દરોડો પાડી સાત જુગારી ઝડપી લીધા

- text


પોલીસે રૂ. ૧,૦૭,૧૮૦ રોકડા સહિત રૂ. ૩,૨૯,૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો

હળવદ : મોરબી એલસીબી ટીમે આજે સાંજે હળવદની સીમમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી લઈ રૂપિયા ૧,૦૭,૧૮૦ રોકડા સહિત રૂ. ૩,૨૯,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દારૂ જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્નશિલ હતા ત્યારે એલ.સી.બી.ના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરાને મળેલ બાતમીને આધારે હળવદ ગામની સીમમાં હળવદથી સુસવાવ તરફ જતી કેનાલ ઉપર આવેલ વાડીની ઓરડીમાં આરોપી વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ) બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પડ્યો હતો.

દરોડા દરમિયાન આરોપી વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ), વનજીભાઇ મગનભાઇ પટેલ (રહે. હળવદ), દેવજીભાઇ કેશવજીભાઇ પટેલ (રહે. ઇશ્વરનગર, તા.હળવદ), ચન્દ્રકાંતભાઇ રતીલાલ પટેલ (રહે. હળવદ), નિરજભાઇ દામજીભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ, તા.હળવદ), ભરતભાઇ મગનભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ, તા.હળવદ) તથા અજયભાઇ માણસુરભાઇ બ્રાહ્મણ (રહે, હળવદ) પાસેથી રોકડ રૂપીયા રૂ.૧,૦૭,૧૮૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૩૨૦૦૦ તથા ફોર વ્હીલ કાર-૧ કિ.રૂ.૧ લાખ અને છ મોટર સાયકલ કિંમત રૂપિયા ૯૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૨૯,૧૮૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને હળવદ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

- text

જુગાર દરોડાની આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.એમ.આલ, પીએઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, ચંદુભાઇ કાણોતરા, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચન્દ્રકાંતભાઇ વામજા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભરતભાઇ મિયાત્રા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા વગેરે જોડાયેલ હતા.

- text