મોરબી માટે આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ ભેટ આપતું સીએ એસોસીએશન

- text


ટુક સમયમાં આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ બનશે

મોરબી : મોરબી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા આજે મોરબી માટે આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ સદભાવના હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે જ્યાંથી મોરબીની તમામ હોસ્પિટલ અને દર્દીઓ માટે આ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ બનશે, નોંધનીય છે કે, આ એમ્બ્યુલન્સમાં આગામી એક અઠવાડિયામાં વેન્ટીલેન્ટર અને ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે.

મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા આજે અંદાજે રૂપિયા 18 લાખના ખર્ચે તૈયાર કરેલ અતિ આધુનિક કહી શકાય તેવી એમ્બ્યુલન્સ મોરબીની જનતાની સેવા માટે સદભાવના હોસ્પિટલને અર્પણ કરી છે અહીંથી આ એમ્બ્યુલન્સ કોઈપણ હોસ્પિટલ કે દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે, આ માટે ખાસ બે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ નિમણૂક કરવામાં આવી છે.

વધુમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને ઉમેર્યું હતું કે અતિ આધુનિક એવી આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ બનશે.

આમ, સીએ એસોસીએશન મોરબી દ્વારા કોરોના કાળના કપરા સમયે દર્દીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ મોરબીની જનતા માટે નિસ્વાર્થ ભાવે અર્પણ કરતા આ એમ્બ્યુલન્સ મોરબી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

- text

- text