કોવિડના દર્દીઓને લીંબુ શરબત-ફ્રુટના જ્યુસનું નિઃશુલ્ક વિતરણ કરતા સદગૃહસ્થો

- text


મોરબી: કોવિડ પોઝિટિવ દર્દીઓને સારવાર સાથે સહાયક બનતા લીંબુ શરબત, સંતરા અને દાડમના જ્યુસનું સેવન વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે મોરબીના સદગૃહસ્થોએ આ પીણાંની નિઃશુલ્ક સેવા આદરી છે.

આદર્શ નિવાસી શાળા, યદુનંદન ગૌશાળા સંચાલિત યદુનંદન કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓને હર્ષદભાઈ, લલિતભાઈ ઉભડિયા સહિતના સેવાભાવી નાગરિકો દ્વારા લીંબુ શરબત, સંતરા અને દાડમનો જ્યુસ, દાડમના દાણા સહિતની એન્ટીબોડી વિકસાવનાર દ્રવ્યોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે તેઓ જિલ્લામાં વાહનની નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે. કોવિડ પેશન્ટ માટે કોઈ ચીજ વસ્તુ પહોંચાડવી જરૂરી હોય તેવા દર્દીના પરિજનો પણ હર્ષદભાઈનો 98254 94657 પર સંપર્ક કરી શકે છે તેવું એક યાદીમાં જણાવાયું છે.

- text

- text