મોરબી : અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનની સ્મૃતિરૂપે 1 હજાર વૃક્ષો વવાયા

- text


શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે પરિવારજનોએ વૃક્ષો વાવી તેના ઉછેરનો સંકલ્પ કર્યો

મોરબી : હાલ કોરોના મહામારી વચ્ચે મોટાભાગના દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટતું હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખરેખર વૃક્ષોની સંખ્યા ઓછી થતી હોવાને કારણે દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટે છે ત્યારે મોરબીમાં દર્દીઓને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનની સ્મૃતિરૂપે તેના પરિવારજનોએ 1 હજાર વૃક્ષો વાવી તેના ઉછેરનો સંકલ્પ કર્યો હતો.

મોરબીના રવાપર રોડ ઉપર 15 એપ્રિલના રોજ એક અકસ્માતમાં મૂળ ભાવપર હાલ મોરબીમાં રહેતા રમેશભાઈ ગોકુલભાઈ ડાંગરોશિયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ કોરોના મહામારી સમયે દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટતું હોવાથી લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી હોવાથી દિવંગત રમેશભાઈની સ્મૃતિમાં તેમના પરિવારજનોએ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું હતું. આથી ડાંગરોશિયા પરિવારે આજે તેમના વતન ભાવપર ગામે 1 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો પણ સંકલ્પ કર્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઘણા સમયથી વૃક્ષોની સંખ્યામાં ઉતરોતર ઘટી રહી છે ત્યારે હાલ કોરોના મહામારી સમયે ઓકિસજનની કમીને કારણે વૃક્ષો યાદ આવી રહ્યા છે ત્યારે આ પરિવારની જેમ તમામ લોકો વૃક્ષો વાવીને તેનું યોગ્ય જતન કરશે તો ભવિષ્યમાં ક્યારેય ઓકિસજનની ખામી સર્જાશે નહિ.

- text