હળવદમાં વાયુદેવ અને વરુણદેવની એકસાથે પધરામણી!

- text


શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર પતરા ઉડ્યા 

આખા હળવદમાં લાઇટ બંધ

હળવદ: આજે સાંજના હળવદમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. જો કે, પવનની ગતિ વધારે હોય જેને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો અને કેટલાક પતરાના શેડ ઉડી ગયા હોવાના વાવડ મળી રહ્યા છે. જોકે, કોઈ જાનહાની ન થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. કમોસમી વરસાદને પગલે આજે હળવદમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી.

- text

આજે સાંજના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાતા વાતાવરણ ધુળીયુ બની ગયું હતું. ભારે પવન બાદ વરસાદી ઝાપટુ પડયુ હતું. જોકે રણકાંઠાના કેટલાક ગામોમાં વરસાદની સાથે કરા પણ પડયા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કેટલાક ગામોમાં મકાનોનાં નળીયા અને પતરા પણ ઉડયા હતા. તેમજ હળવદ તાલુકા પંચાયતની બહાર રહેલ શેડ ભારે પવનને કારણે સંપૂર્ણ ધરાશાયી થઇ ગયો હતો. સાથે જ હળવદ જીઆઇડીસીમાં સાગરસોલ્ટ નામનું મીઠાનું કારખાનું પણ ભારે પવનને કારણે પડી ગયું હતું. તેમજ પવન અને વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાની થઇ હોવાનું સામે આવ્યું છે.

- text