ટંકારાના રાજપથ ઉપર રાતોરાત કુંડી રીપેર થઈ

- text


મોરબી અપડેટના અહેવાલને પગલે માર્ગ-મકાન વિભાગ અને કોન્ટ્રાકટર દ્વારા કામગીરી

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારાના રાજપથ ઉપર લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીમાં મુખ્યમાર્ગ ઉપર કુંડી મોતના કુવા રૂપ બનતા આ મામલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને પગલે કોન્ટ્રાકટર અને માર્ગ મકાન વિભાગ દ્વારા રાતો રાત કુંડી રીપેર કરવામાં આવતા વાહનચાલકોને રાહત મળી છે.

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારામાં ઓવર બ્રિજની અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરીને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે ત્યારે મોરબી અપડેટના અહેવાલને પગલે માર્ગ અને મકાન વિભાગ હરકતમા આવ્યુ હતું મુખ્ય ઈજનેર હિતેશ આદ્રોજાએ કોન્ટ્રાક્ટરને આ ગંભીર બાબતે ઠપકો આપતા રાતો રાત કુંડીનું રીપેરીંગ કામ કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજ ના કામે કેટલાયને જીવના જોખમમા હોસ્પિટલમાં પહોંચાડયા છે તો લાખોની કિંમતી ગાડીઓ કોડીના ભાવની થઈ જવા પામી છે આમ છતાં કામચોર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી તેજ બનાવવામાં ન આવતા હાલ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

- text

- text