બંગાવડી ગૌસેવા યુવક મંડળ દ્વારા કોવિડ કેર સેન્ટરને રૂ. 2.10 લાખનું અનુદાન

- text


ટંકારા : બંગાવડી ગૌસેવા યુવક મંડળ કે જે લગ્નપ્રસંગમાં ઢોલ-ત્રાસા વગાડીને એકઠા કરેલા ધનમાંથી 100 જેટલી ગાય માતાની સેવા કરે છે. આ તમામ ગાય માતાનો નિભાવ ખર્ચ બાદ કરતાં બચેલી રકમ મંડળ દ્વારા ઊમિયા માતાજી મંદીર ટ્રસ્ટ-સીદસર સંચાલિત ઊમા કોવિડ કેર સેન્ટર-ધ્રોલને ઓકસીજન સીલીન્ડર પેટે રૂ. ૨,૧૦,૦૦૦નું દાન આપવામાં આવ્યું છે.

આમ, બંગાવડી ગૌસેવા યુવક મંડળે સમાજમાંથી એકઠી થયેલું દાન જરૂરીયાતના સમયે સમાજને અર્પણ કરવાનું સતકાર્ય કરેલ છે. આ ઉપરાંત, બંગાવડી ગામમાં દરેક ઘરે-ઘરે ધૂપ કરીને વાતાવરણને શુદ્ધ કરવા માટે કપૂર, અજમો, લવિંગ, ગૂગળના સેમ્પલ બનાવીને પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે, તેમ પ્રમુખ મેંદપરા વીરજીભાઈ એ યાદીમાં જણાવ્યું છે.

- text

- text