હળવદમાં કોરોનાને હરાવવા સ્વૈચ્છિક લોકડાઉનને પ્રચંડ જનસમર્થન

- text


માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય મોટાભાગની દુકાનો બંધ રહેતા બજારો સુમસામ

હળવદ : કોરોનાનું સંક્રમણ અટકે તેવા હેતુ સાથે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હળવદમાં પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હતું. ત્યારે આજે પ્રથમ દિવસે જ પછી એટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે કે આજે વહેલી સવારથી જ હળવદની દૂધ, શાકભાજી અને મેડિકલની દુકાનો બાદ કરતાં તમામ દુકાનો બંધ રહી છે

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કહેર વચ્ચે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાંથી હળવદના લોકો બહાર આવે તે માટે થઈ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં તકેદારીના ભાગરૂપે અડધા દિવસનુ લોકડાઉન જાહેર કર્યું છે. હળવદમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ દ્વારા આજથી એટલે કે તારીખ ૨૨થી તારીખ ૨૬ એમ પાંચ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે જ જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. વહેલી સવારથી શહેરની દૂધ, શાકભાજી અને મેડિકલને બાદ કરતા તમામ દુકાનો બંધ રહી છે અને લોકો પણ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

- text

- text