ટંકારાના હરિપર ગામે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

- text


ટંકારા : હરીપર(ભુ) ગામે મોરબી સિરામિક એસોસિયેશન અને હરીપર યુવા ગ્રુપના સહયોગથી પ્રાથમિક શાળામા ફ્રી કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૨૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવ આવેલ તમામ દર્દીઓને નેકનામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરુરી દવા અને માર્ગદર્શન આપવામાં આવેલ અને તમામને હોમ આઇસોલેશન કરાવવાના આવેલ હતા. ટંકારા તાલુકાના નાના એવા ગામમાં કોરોના ટેસ્ટ કરાવવામા લોકોએ ખુબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.

- text

- text