કોરોના સેન્ટર માટે આરજીલ સીરામીક તરફથી રૂ.51 હજારનું અનુદાન અપાયું

- text


મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના કોરોના કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય દર્દીઓ માટે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ

મોરબી : મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાત મંદોની મદદ માટે તત્પર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમાજના દર્દીઓની વહારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હવે સામાન્ય કોરોના દર્દીઓ જેનું ઓક્સિજન લેવલ 90થી 95ની વચ્ચે રહેતું હોય તેવા કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ 20 ઓક્સિજન વાળા બેડની સુવિધા સાથે દર્દીઓની સારવાર ચાલુ છે. ત્યારે આ કોરોના કેર સેન્ટર માટે આરજીલ સીરામીકવાળા મહાદેવભાઈ તરફથી રૂ.51 હજારનું અનુદાન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની ભાવના અખંડિત રાખીને તમામ સમાજના જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલીક આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોના દર્દીઓ માટે ઓકિસજનની જરૂરિયાત રહેતી હોવાથી હાલ આ કોરોના કેર સેન્ટરમાં દર્દીઓ માટે ઓકિસજનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આથી હાલ 20 જેટલા દર્દીઓને ઓક્સિજનની સારવાર આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત આ સર્વ સમાજ માટેના કોરોના કેર સેન્ટરમાં 70 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. યંગ ઇન્ડિયા ગ્રૂપના મેનેજમેન્ટ થકી જરૂરી ડોકટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓને દવાઓ અને સઘન સારવાર આપવામાં આવે છે. આ કોરોના કેર સેન્ટર માટે ઉધોગપતિઓ વહારે આવીને અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે આ કોરોના સેન્ટરમાં આરજીલ સીરામીકવાળા મહાદેવભાઈ તરફથી રૂ.51 હજારનું અનુદાન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના કોરોના કેર સેન્ટર પર આવતા પેહલા દર્દીઓએ 99746 26108, 99746 36108 ઉપર સંપર્ક કરવો.

- text