હળવદ : અગાઉની સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવાનને છરી ઝીંકી

- text


એક શખ્સે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના સરા રોડ પર વંદના ચશ્માની દુકાન પાસે અગાઉની સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવાનને છરી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગૌતમભાઇ ઉર્ફે યશ જયંતીભાઇ ગોઠી (ઉવ.૧૮ ધધો ખેતી રહે હળવદ કણબીપરા તા હળવદ) એ આરોપી અમન ઉર્ફે અશ્વીનભાઇ હસમુખભાઇ પરમાર (રહે હળવદ બસ સ્ટેશન પાછળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૫ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે સરા રોડ વંદના ચશ્માની દુકાન પાસે ફરીયાદીને આરોપી સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી છરી વતી ડાબા પગના સાથળના પાછળના ભાગે મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ પો.હેડ.કોન્સ.બી.એમ.આલ ચાલવી રહ્યા છે.

- text