મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ઓપરેટર પોઝિટિવ : દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ

- text


મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર જેટગતિ પકડી રહ્યો છે. સરકારી કચેરીના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ડેટા ઓપરેટર પોઝિટિવ આવ્યા છે. જેથી હવે અન્ય ચાર ઓપરેટરની જ્યાં સુધી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી દસ્તાવેજ નોંધણી કામગીરી બંધ રહેશે. જેને ધ્યાનમાં લેવા સર્વે પક્ષકારોને સબ રજિસ્ટ્રાર દ્વારા અનુરોધ કરાયો છે.

- text