રવાપરમાં જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 30,500 જપ્ત કર્યા છે.

- text

ગત તા. 13ના રોજ રવાપર ગામમાં રવાપર રેસીડન્સી પાછળ જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા પાંચ શખ્સોને રોકડ રૂ. 30,500 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નિર્મળભાઇ ભગાભાઇ બરબસીયા, જયદીપભાઇ રમેશભાઇ ભાડજા, ચેતનભાઇ ગંગારામભાઇ પારજીયા, સંદીપ ઉર્ફે કાશી જયંતીભાઇ રાકજા અને જય ઉર્ફે કારો ગંગારામભાઇ પટેલ સામે જુગારધારા હેઠળ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

- text