ટંકારામાં કોરોનાનો હાહાકાર, વ્યવસ્થાના અભાવથી લોકોમાં ભભૂકતો રોષ

- text


ઉદ્યોગપતિઓ અનુદાનનો ધોધ વર્ષાવવા તૈયાર પણ તંત્રને સંકલન કરવામાં પણ રસ ન હોય તેવો ઘાટ

ટંકારા : ટંકારા ઉપર કારોનાએ કહેર મચાવ્યો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા છે. સામે બેડ ખાલી ન હોય અન્ય શહેર કે જિલ્લામાં દર્દીની રઝળપાટ થઈ રહી છે. આ ઉપરાંત પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ઉદ્યોગપતિઓ અનુદાનનો ધોધ વર્ષાવવા તૈયાર છે. પણ સામે તંત્ર દ્વારા સંકલનનો અભાવ જોવા મળી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

- text

ટંકારામાં કોરોના ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ઉપરાંત દર્દીઓ કોરોનાથી મોતને પણ ભેટી રહ્યા છે. સામે તંત્રની અવ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી છે. જેની સામે પ્રજામાં ભારોભારની રોષની લાગણી પણ જન્મી છે. ટંકારા તાલુકો હોય અહીંના આસપાસના ગામડા ટંકારાની આરોગ્ય સેવા ઉપર જ નિર્ભર હોય તેમ છતાં અહીં આરોગ્ય સેવાને સઘન બનાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો સુર ઉઠ્યો છે. આ દરમિયાન તંત્ર જો યોગ્ય સંકલન સાધે તો ઉદ્યોગપતિઓ અનુદાન આપીને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા તત્પર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- text