મોરબી સિવિલમાં કાર્યરત થનાર કોરોનો ટેસ્ટિંગ લેબની મુલાકાત લેતા ધારાસભ્ય મેરજા

- text


પ્રારંભિક તબક્કે 50થી 1500 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાશે

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં આવતી કાલથી કાર્યરત થનાર કોરોના ટેસ્ટિંગ લેબની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અત્યારે રૂબરૂ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન મોરબી માટે અતિ આવશ્યક લેબની જરૂરિયાત ધ્યાને લઇ તેમણે કરેલ જાહેરાત મુજબ આ લેબ તુરત જ શરુ થાય તે માટે તેનું સતત ફોલોઅપ છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લીધું હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

આવતીકાલે મંગળવારથી આ લેબ કાર્યરત થતા હવે રિપોર્ટ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે. સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે 50 થી લઈ 1500 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવે છે.

- text