મોરબીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં વીસીપરા મેઇન રોડ પર નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઇ કટીયાના રહેણાક મકાનમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮ (કીંમત રૂ ૯૦૦૦) તથા બીયર ભરેલ કુલ ટીન ૨૪ (કિ.રૂ.૨૪૦૦) મળી કુલ કિ.રૂ. ૧૧૪૦૦/- નો મુદ્દામાલ ગે.કા.રીતે વેચાણ અર્થે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તથા આરોપી નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઇ કટીયાની અટકાયત કરી છે. તેમજ તેની સામે મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે.માં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text