મોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતો એક ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો છે. જેની પાસેથી પોલીસે રોકડ રૂ. 12,960 જપ્ત કર્યા છે.

- text

મોરબીમાં ગુરુકૃપા હોટલ પાસે હરીકૃપા હોટલ નજીક મનોજભાઇ ઉર્ફે નાનુ ખીમજીભાઇ રાઠોડને વર્લી ફીચરના આંકડાની કપાત આરોપી ઇભુભાઇ આમદભાઇ કાસમાણી પાસે કરાવી જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી મનોજની અંગઝડતી કરતા એક કીપેડવાળો મોબાઇલ તથા રોકડા રૂ. 12,960 મળી આવ્યા છે. પોલીસે આરોપી મનોજભાઇની અટકાયત કરી છે. તેમજ આરોપી ઇભુભાઇની શોધખોળ ચાલુ છે. પોલીસે બંને આરોપીઓ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે.

- text