કરફ્યુના પગલે મોરબી સીરામીક ફેકટરીઓના કર્મચારી-સુપરવાઇઝરોના ટાઈમ ટેબલ ફર્યા

- text


રાત્રે 8 પહેલા ઘેર પહોંચવા નવું સમયપત્રક સ્વૈચ્છિક રીતે અમલી બનાવતા ફેકટરી સંચાલકો

મોરબી: ગઈકાલે તારીખ 7થી 30 એપ્રિલ સુધી રાત્રે 8થી સવારે 6 કલાક દરમ્યાન રાત્રી કર્ફ્યૂ લાગુ થયાનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ મોરબી સીરામીક સહિતની ઇન્સ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ, શ્રમિકો, સુપરવાઇઝરો સહિતનાનું સમયપત્રક બદલાયું છે.

- text

બુધવારે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 કલાક સુધી લાગુ થયેલો રાત્રી કર્ફ્યૂ 30 એપ્રિલ સુધી ચાલનાર છે. ત્યારે મોરબીની સીરામીક સહિતની વિવિધ ફેકટરીઓમાં કામ કરતા કર્મચારીઓનું સમયપત્રક સાંજે 7 વાગ્યા સુધી સીમિત કરી દેવામાં આવ્યું છે. જો કે મોટા ભાગની ફેકટરીઓમાં આશરે 80 ટકા જેટલો શ્રમિકવર્ગ ફેકટરી સ્થિત લેબરરૂમમાં જ રહેતો હોય બહારથી આવાગમન કરતા સુપરવાઇઝર, ક્લાર્ક સહિતના અન્ય કર્મચારીઓએ સમયસસર ઘેર પહોંચવા માટે સાંજે 7 વાગ્યાની આસપાસ ફેક્ટરીએથી નીકળી જવું જરૂરી બન્યું હોય, ફેકટરી સંચાલકોએ આવા કર્મચારીઓ માટે ટાઇમટેબલ ફેરવ્યું છે. આ અંગે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશ જેતપરિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તંત્રના જાહેરનામાને અનુસરવા માટે દરેક ફેકટરી સંચાલકોએ સ્વાભાવિકપણે જ આ નિર્ણય લીધો છે.

- text