કોરોનાના દર્દીઓ માટે મોરબીથી રાજકોટ-જામનગર જવા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા

- text


મોરબી : જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા મોરબી શહેર સહિત તાલુકાની આરોગ્ય વ્યવસ્થામાં અંધાધૂંધી વ્યાપી ગઈ છે. મોરબીની તમામ ખાનગી, સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા કોરોના સંક્રમિત દર્દીના પરિજનો નજીકના એવા જામનગર કે રાજકોટ તરફ સારવાર અર્થે દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે ઘણી વખત ગરીબ અને મધ્યમવર્ગને ન પરવડે એવા વાહન ખર્ચાઓ સારવાર પૂર્વે જ લોકોની આર્થિક કમર ભાંગી નાંખે છે. આવા કપરા સમયે મોરબીના બે સદગૃહસ્થ, સેવાભાવી ભાઈઓએ કોરોનાના દર્દીઓ માટે મોરબીથી રાજકોટ અથવા જામનગર જવા માટે નિઃશુલ્ક વાહનની વ્યવસ્થા ગોઠવી છે.

- text

મોરબીમાં પ્લાસ્ટિક ફેકટરી ચલાવતા હિતેશભાઈ રામાવત અને ચેતનભાઈ રામાવત નામના સેવાભાવી બે ઉદ્યોગપતિ ભાઈઓએ જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વિના મૂલ્યે મોરબીથી જામનગર તથા રાજકોટ જ્યાં પણ જવું હોય ત્યાં કોરોનાના દર્દીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરી છે. આ માટે જરૂરિયાતમંદ દર્દીઓના પરિજનો મોબાઈલ નંબર 93742 42421 તથા 96924 22222 પર સંપર્ક કરી શકે છે.

- text