મોરબીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બાંચ) ના સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના નવા ડેલા રોડ અશોક પાની બાજુમાં રહેતા આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયા (ઉ.વ-૩૧) ના મકાનમાં દોરડો પાડી ત્યાંથી વિદેશી દારૂની સીલબંધ બોટલ નંગ-૧૬ કિ.રૂ. ૬૦૦૦ નો મુદામાલ સાથે આ આરોપીને દબોચી લીધો હતો.

આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયાની પોલીસે વધુ દારૂની બોટલ કોને આપી તે અંગે પૂછપરછ કરતા તેણે આપેલી બાતમીના આધારે પોલીસે મોરબીના એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડના ગેઇટ પાસે આરોપી ઉર્ફે નવાબ આરીફભાઇ કાસમાણી (ઉ.વ.૨૪, રહે. મોરબી-વીશીપરા, નીધીપાર્ક-૧) ને અંગ્રેજી દારૂની સીલબંધ બોટલ નંગ-૩ કિ.રૂ.૧,૧૨૫ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

આ ઉપરાંત મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના સામાંકાંઠે સોઓરડીમાં રામાપીરના મંદીર પાસે જાહેરમાં આરોપી ફીરોજભાઇ ગુલાબભાઇ કુરેશી (ઉ.વ.૪૨, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે.સો ઓરડી વરીયા નગર શેરી નંબર-૦૪, સામાકાંઠે, મોરબી-૦૨) ને વિદેશી દારૂની શીલપેક બોટલ નંગ-૦૨ કિં.રૂ.૭૫૦ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી જયદિપભાઇ બેચરભાઇ ચાઉ (રહે. સો ઓરડી, મોરબી-૦૨) હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text