સેવાભાવી અજય લોરીયા જરૂરિયાતમંદ લોકો માટે રેમડીસીવીર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપશે

- text


કોરોના સામે જંગ છેડતા જિલ્લા પંચાયતના સેવાભાવી સદસ્ય અજય લોરિયા 

જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં સ્વ ખર્ચે સૅનેટાઇઝર – માસ્ક પણ આપશે

મોરબી : મોરબીમાં કોરોના સામે આરોગ્યતંત્ર વામણું પુરવાર થયું હોય તેવી સ્થિતિમાં પૂરતા ટેસ્ટ પણ નથી થઇ રહ્યા અને લોકોને જીવ બચાવવા માટે રૂપિયા 5500 ચૂકવવા છતાં રેમડીસીવીર ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે મોરબીના સેવાભાવી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા આ કપરી સ્થિતિમાં કોરોના સામે જંગ છેડવા મેદાને આવ્યા છે અને માત્ર રૂપિયા 899માં કેડિલા કંપનીના ઇન્જેક્શન જરૂરિયાત મંદ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે નિઃશુલ્ક માસ્ક અને સૅનેટાઇઝર પુરા પાડવા જાહેરાત કરી છે.

રેમડિસીવીર ઇન્જેક્શન કોરોનાના અમુક કેસમાં જીવન રક્ષક તરીકેનું કામ કરતા હોય લેભાગુ કાળાબજારીયાઓ દ્વારા તેની કૃત્રિમ અછત ઉભી કરાતા અમદાવાદ રાજકોટ સહિતના મહાનગરોમાં સરકારી ભાવે ઉપલબદ્ધ ઇન્જેક્શનો મેળવવા છેલ્લા એક અઠવાડિયાથી લાંબી કતારો લાગી રહી છે. સરકારે નક્કી કરેલા ભાવ મુજબ આ ઇન્જેક્શનો 899 રૂપિયામાં ઉપલબદ્ધ છે. અલબત્ત તેની અછત સર્જાઈ હોવાનો હોબાળો માધ્યમોમાં થતા રાજ્ય સરકારે લોકોને આશ્વાસન આપ્યું છે કે, જરૂરિયાત પ્રમાણેનો જથ્થો ઉપલબદ્ધ કરાવાશે. આમ છતાં મોરબીમાં આ ઇન્જેક્શન માટે દર્દીઓના પરિજનોની પરેશાની સામે આવતા અજય લોરીયાએ સ્કાય મોલ સામે, સ્તવેદ પ્લાઝામાં એક ખાસ ઓફીસ ખોલી ત્યાં રાહતદરે ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ માટે બે વ્યક્તિઓનો સેવાભાવી સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. (સુમિત બોપલિયા મો.નં. 93289 66292 અને નીતિન લોરિયા મો.નં.93742 88888) રેમડિસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત વાળા દર્દીઓના પરિજનો ઉપરોક્ત સ્થળે 900 રૂપિયા, આધારકાર્ડ અને ડૉક્ટરનું જરૂરી પ્રિસ્કીપશન જમા કરાવશે ત્યારબાદ વધીને બે કે ત્રણ દિવસમાં અમદાવાદ અથવા રાજકોટ, જ્યાં પણ ઇન્જેક્શન ઉપલબદ્ધ બનશે ત્યાંથી તેઓ સ્વ ખર્ચે રેમડિસીવીર મંગાવી આપશે.

- text

ઉપરોક્ત સ્થળે ખોલવામાં આવેલી ઓફિસે નાગરિકોને માસ્ક અને સેનીટાઇઝર પણ મળી રહેશે. આ ઉપરાંત શહેર – જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ માસ્ક અને સેનીટાઇઝર પહોંચાડવાના અભિયાનનો ઉલ્લેખ કરતા અજય લોરીયાએ લોકોને અપીલ કરી હતી કે, કામ વિના નાગરિકો ઘર બહાર ન નીકળે, માસ્ક અને સેનીટાઇઝરનો મહત્તમ ઉપયોગ કરે અને સામાજિક અંતર જાળવી તંત્રને મદદરૂપ બને. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે શરૂ થયેલી કોરોનાની પ્રથમ લ્હેર વખતે અજયભાઈએ સામુહિક રસોડા કેન્દ્રો શરૂ કરી ખાસ કરીને પરપ્રાંતિઓ માટે ભોજન વ્યવસ્થા ઉપલબદ્ધ બનાવી હતી ત્યારે મોરબીમાં ફરી એક વખત કોરોના સંકટ ઘેરું બનતા અજયભાઈ લોરિયા જનસેવા માટે ફરીવાર મેદાને આવ્યા છે.

- text