કોરોનાને પગલે સિરામિક ફેકટરીઓમાં ડિસ્પ્લે બંધ

- text


ડિલર્સ – ગ્રાહકોને ફેકટરી વિઝીટને બદલે વિડીયો કોલિંગ, ઓનલાઈન ઓર્ડર આપવા અનુરોધ : મિટિંગ પણ ઝૂમ એપથી

મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણ વધતા મોટાભાગની સિરામિક ફેકટરીઓ દ્વારા ડિસ્પ્લે બંધ કરી પોતાના ડિલર્સ, ગ્રાહકોને વિડીયો કોલિંગ, ઓનલાઈન ઓર્ડર આપવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ કંપની આઉટલેટ ડિસ્પ્લે સેન્ટર બંધ કરી પોતાના ગ્રાહકોને બિનજરૂરી મોરબીની મુલાકાત ટાળવા અને ઓર્ડર ઓનલાઈન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

નોંધનીય છે કે સિરામિક હબ મોરબીમાં દરરોજ ગુજરાત ઉપરાંત ગુજરાત બહારથી પણ મોટા પ્રમાણમાં વેપારી, ડિલર્સ, ગ્રાહકો આવતા હોય છે ત્યારે વર્તમાન સ્થિતિ જોતા મોરબીની મોટાભાગની સિરામિક કંપનીઓ દ્વારા ડિસ્પ્લે બંધ કરી ગ્રાહકોને આધુનિક ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરવા જણાવી સિરામિક ક્ષેત્રે જરૂરી મીટિંગ પણ ઝૂમ એપ સહિતના માધ્યમથી જ કરવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

- text