તો… ગાય-ખૂંટિયા મોરબી નગરપાલિકા કચેરીમાં પુરવામાં આવશે

- text


મોરબીમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ મુદ્દે સામાજિક કાર્યકરોની પાલિકાને ખુલ્લી ચીમકી

મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે – દિવસે વધી રહ્યો છે અને નિર્દોષ લોકો ઢોરની ઢીંકે ચડી રહ્યા હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવામાં આવતા મોરબીના સામાજિક કાર્યકરોએ એક મહિનામાં ઢોરનો ત્રાસ નિવારવા માંગ કરી છે અન્યથા આવા રસ્તે રઝળતા ગાય – ખૂંટિયા મોરબી પાલિકા કચેરીમાં પુરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડયા, જગદીશ ભાંભોણીયા, અને મુસાભાઇ બ્લોચે મોરબી જિલ્લા કલકટર, પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખને આજે લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી શહેરમાં નગર દરવાજા, ગ્રીનચોક, વાવડી રોડ, રવાપર રોડ, શનાળા રોડ, નાની બજાર, સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રખડતા ઢોરનો અનહદ ત્રાસ હોવાથી આ અગાઉ ફેબ્રુઆરી માસમાં રજુઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા હજુ પણ લોકો ઢીંકે ચડી રહ્યા છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે આ અગાઉ રજુઆત બાદ જિલ્લા કલેકટર દ્વારા એક કમિટીની રચના કરી ઢોર પકડવા અને ઢોર પકડાય તેના માલિક વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા નક્કી કરાયું હતું આમ છતાં કોઈ પગલાં ન લેવાતા કેટલાય લોકોને જીવ ગુમાવવો પડ્યો છે તો અનેક લોકોને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે. આ સંજોગોમાં હવે જો એક માસમાં રખડતા ધોરણો ત્રાસ નિવારવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરો દ્વારા પાલિકા કચેરીમાં ગાય-ખૂંટિયા પૂર્વમાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- text