હળવદના સેરેબલ પાલ્સી યુવાને બરછી ફેક સ્પર્ધામા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

- text


હળવદ : 17મી નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સ 21 થી 23 માર્ચ 2021 ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ પલ્સી પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહાર પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી પાટલીપુત્ર, પટના બિહાર રાજ્ય મુકામે એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નીલકંઠ પાર્ક, હળવદ મુકામે રહેતા જય રોહિત ભાઈ કણજરીયા જીલ્લો મોરબી રાષ્ટ્રીય કક્ષાએ ગોળાફેક તેમજ બરછી ફેક માં દ્વિતીય નંબર મેળવી નેશનલ કક્ષાએ 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તેમજ ચક્ર ફેક માં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.

- text

ઘણા વર્ષોથી અથાગ મહેનત પરિશ્રમ અને નિયમિત પ્રેક્ટિસ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહી છે. 90% સેરેબલ પલ્સી પીડિતો હોવા છતાં હળવદનો આ યુવાન રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર હળવદ અને મોરબી જીલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ છે.

- text