મોરબી માર્કેટિંગ યાર્ડ કબજે કરવા એડી ચોટીનું જોર લગાવતા ભાજપના નેતાઓ

- text


સહકારક્ષેત્રના અગ્રણી વાઘજીભાઈ બોડોના ગઢમાં ગાબડા પાડવા સાંસદ, રાજયમંત્રી સહિતનાઓએ યોજી બેઠક

ટંકારા : મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્રના ભિષ્મપિતા ગણાતા વાધજી બોડાના ગઢમા ગાબડા પાડી મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી જીતવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે ત્યારે સાંસદ, કેબિનેટ મંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીક કો- ઓપરેટિવ બેંકના ચેરમેન જયેશ રાદડિયાની હાજરીમાં મહત્વની બેઠક યોજી હતી.

બે દશકા બાદ મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી યોજાવાની છે ત્યારે એક સમયના સાથીદારો અને આજે સામ સામે પેનલ બનાવી ઉમેદવાર તરીકે ઊભા છે ત્યારે મતદારો ને મનામણા કરવા ટંકારા ખાનગી જગ્યામા એક મિનીટનુ આયોજન કર્યું હતું જેમા સહકાર પેનલ ને વિજયી બનાવવા ભાજપના ટોચના નેતાઓએ હાકલ કરી હતી. આ તકે રાજ્યના કેબિનેટમંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકના ચેરમેન જયેશ રાદડિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, મગન વડાવીયા, માજી ધારાસભ્ય બાવનજી મેતલિયા, ધ્રુવકુમાર જાડેજા, કેશુભાઈ રૈયાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને સહકાર પેનલના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.

સહકાર પેનલ ખેડુતો વિભાગમાં ૧૦ ઉમેદવાર. વેપારી પેનલમાં ૪ ઉમેદવાર છે મતદાર એના મન મુજબ ૧૦ મત આપી શકે છે, ખેડૂત પેનલમા અંદાજે ૧૪૬૫ વેપારી પેનલમાં ૧૪૩ તથા સંસ્થા પેનલમાં ૩૫ મતદારો છે. મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી આગામી ૩૧ માર્ચના રોજ થશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી ક્ષેત્રે ભિષ્મપિતાનુ બિરૂદ ધરાવતા વાધજી બોડાના ગઢમા સભા મળી એ પાછળનુ કારણ પણ છે કે બે દસકામાં પહેલી વખત ચુંટણી યોજાઈ રહી છે અત્યાર સુધી બેઠું પતી જતુ ત્યારે ટંકારા ધારાસભ્ય લલિત કગથરા અને વાઘજીભાઈ બોડાએ મળી પેનલ મેદાનમાં ઉતારતા રીતસરનો ચુંટણી જંગ જામ્યો છે ત્યારે આખરી ફેસલો તો ખેડુતો કરશે કે એનો નેતા કોણ છે.

- text