હળવદ : સદગતની પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


હળવદ : હળવદ તાલુકાના સમલી ગામે સ્વ.સામુબા હંસરાજભા લિબંડની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર દ્વારા ખરા અર્થેમાં શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર તેમના નિવાસસ્થાને આગામી તા.31 માર્ચના રોજ સવારના 7 થી બપોરના 2 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત મંદ દર્દીઓને લોહીની ઊણપ પુરી પાડવા રક્તદાન કરવાનો અનુરોધ કર્યો છે. સાથેસાથે આમંત્રિત મહેમાનો રક્તદાન કરનાર ભાઈબહેનોને સ્વરૂપી ભોજનનો પણ લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. એ રક્તદાન કેમ્પને સફળ બનાવવા જશુંભા હંસરાજભા લિબંડ, વનરાજસિંહ જશુભા લિબંડ અને વિજયસિંહ જશુભા લિબંડ સહિતના પરિવારજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text