ઉનાળાના પ્રારંભે જ ટંકારાના ત્રણ ગામોના 3 હજાર જેટલા પશુઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા

- text


મોરબી ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાએ કાર્યપાલકને ઇજનેરને કરી રજુઆત

મોરબી: મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાએ સેવા સદન મોરબીમાં કાર્યપાલક ઈજનેરને ટંકારા તાલુકાના ત્રણ ગામોના ત્રણ હજાર જેટલા અબોલ પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.

મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાએ ટોળ, અમરાપર અને કોઠારીયા ગામના આશરે ત્રણેક હજાર પાલતું પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા મોરબી સેવા સદનમાં કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરી છે. ઉક્ત રજુઆતમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયાએ જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના ઉપરોક્ત ત્રણ ગામોમાં કે આસપાસ પશુઓને પીવાના પાણીના સ્ત્રોત નથી.

- text

આ સમસ્યાના નિવારણ હેતુ મચ્છુ 1 ડેમમાંથી કેનાલ મારફત ટોળ ગામના તળાવને ભરી કાયમી ધોરણે પાણી વિના તળવળતા અબોલ જીવની તરસ છીપાવવી જોઈએ એવી માંગણી ત્રણેય ગામોમાં વસતા પશુપાલકો વતી કરવામાં આવી છે. ઉપરોક્ત રજુઆતને મોરબી કલેકટર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટના સંસદ સભ્ય, ગાંધીનગર સ્થિત પાણી પુરવઠા મંત્રી, ટંકારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ પહોંચાડવામાં આવી છે.

- text