મોરબીમાં બાગાયત સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

- text


મોરબી : મોરબીમાં અનેક બાગાયત સહાયક્ષી યોજનાઓ છે. જેનો લાભ લઈને ખેડૂત ખેતીમાં સમૃદ્ધ થઈ શકે છે. જાણકારીના અભાવે ખેડૂત યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. માટે આ અંગે જાણકારી જાહેર કરી તેનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આ યોજનામાં નવા ફળપાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય, હાઈબ્રિડ શાકભાજીના વાવેતરમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, ફૂલપાક, ઔષધિય, સુગંધિત, મસાલા પાકોના વાવેતરમાં સહાય, બાગાયતી પાકોના વાવેતરમાં સહાય, બાગાયતી ઓક્સિકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, વેલાવાળા શાકભાજીમાં ટેકા/ મંડપમાં સહાય, બાગાયતી પાકમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે પેકિંગ મટિરિયલ્સમાં સહાય, ટુલ્સ, ઈકવિપમેન્ટ, ગ્રેડિંગના સાધનોમાં સહાય, બાગાયતી ખેતી માટે ટ્રેકટર તથા પાવર ટીલરના સહાય, સ્વયં સંચાલિત બાગાયતી મશીનરીમાં સહાય, પાવર નેપસેક સ્પ્રેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરની ખરીદીમાં સહાય, બાગાયતી ખેતીમાં ડ્રિપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા સહાય, ટીસ્યુ કેળ, પપૈયા તથા ખારેકની ખેતીના સહાય તેમજ બાગાયતી પાકોના નવા પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં સહાય આપવામાં આવે છે. આ સહાયનો લાભ મેળવવા www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ ઉપર અરજી કરી કચેરીએ પહોંચતી કરવાની રહેશે. તેમ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

- text