મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોરોના પોઝિટિવ

- text


ડીડીઓ બાદ ડેપ્યુટી ડીડીઓ સહિત એક કર્મચારી પણ કોરોના સંક્રમિત 

જિલ્લા પંચાયતમાં કોરોનાની એન્ટ્રીથી સાવચેતીના પગલાં

મોરબી: ‘જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઇ નહીં’નું સૂત્ર વડાપ્રધાન મોદીએ કોરોના સામેની નિર્ણાયક લડાઈ માટે આપ્યું છે. અલબત્ત ઘણી સરકારી સંસ્થાઓમાં પણ કોઈને કોઈ કારણોસર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ, હેન્ડ સેનીટાઇઝર સહિતના નિયમોની અણદેખી થાય છે ત્યારેમોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયતમાં સાવચેતીના પગલાં લઈ મુલાકાતીઓનું ટેમ્પરેચર માપવાનું શરુ થયું છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ડેપ્યુટી ડીડીઓ વસોયા કોરોના સંક્રમિત્ત થયા છે. આ ઉપરાંત અન્ય બે કર્મચારીઓનો; જેમાં એક મહિલાકર્મી અને એક પુરુષકર્મીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કચેરીમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ ગઈકાલે ગુરુવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઇ એમ. સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે જ વધુ કર્મચારીઓ સંક્રમિત હોવાની આશંકા સેવાઈ રહી છે.

- text

જો કે હવે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશતા મુલાકાતીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ટેમ્પરેચર ચેકીંગ કરી સેનીટાઇઝરના ઉપયોગ બાદ મુલાકાતીઓને પ્રવેશ અપાય છે; જે તમામના નામ-સરનામાં, મોબાઈલ નંબર સહિતનો રેકોર્ડ રાખવામાં આવશે. આમ મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં 3 અધિકારીઓ અને 2 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તકેદારીના પગલાંઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

- text