મોરબીના બગથળા ગામે કોરોના વિસ્ફોટને પગલે થોડા દિવસ માટે ચા-નાસ્તા- શાકભાજીની લારીઓ બંધ

- text


 

પાનના ગલ્લા અને ડેરીઓ ચાલુ, પણ બેથી વધુ વ્યક્તિને ભેગા થવા ઉપર પ્રતિબંધ : નિયમનું પાલન નહિ કરનારને રૂ. 1000નો દંડ

મોરબી : મોરબી શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે તેવામાં બગથળા ગામે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આશરે 50 પોઝિટિવ કેસ સામે આવતા પાંચ દિવસ માટે ચા- નાસ્તા- શાકભાજીની લારીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

ગ્રામ પંચાયત બગથળાના સરપંચ હરેશભાઇ કાંજીયાના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા ત્રણ – ચાર દિવસમાં કોરોના વાયરસના અંદાજે 50 જેટલા પોઝીટિવ કેસ આવેલ છે. નાના એવા ગામમાં છેલ્લા ત્રણ દિવસ એટલા બધા કોરોનાને કસો સામે આવતા ગામમાં ફફ્ળાટ મચી ગયો છે. આથી કપરા સમયમાં આ કોરોના વાયરસને ગામમા ફેલાતો અટકાવવા આયોજન કરવા ગ્રામ સભાનું આયોજન સાંજે ૬ વાગ્યે બગથળા ગ્રામ પંચાયત કચેરીએ યોજાઈ હતી.જેમાં કોરોનાથી બચવા ખાસ તકેદારી રાખવા ઉપર ભાર મુકાયો હતો અને ભીડનું જોખમ ટાળવા ચા-પાણી અને નાસ્તા તેમજ શાકભાજીની લારીઓ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન -માવા અને ડેરીની દુકાનો ચાલુ રહેશે પણ ત્યાં બેથી વધુ લોકોને ભેગા થવાની મનાઈ કરવામાં આવી છે.આ નિયમ ભંગ કરનારને 1 હજારનો દંડ કરાશે. જોકે આજુબાજુ મજૂરો આવતા હોય અને ધંધા ચાલુ રહે તે માટે હાલ લોકડાઉનને ટાળ્યું છે.

- text