હળવદના ઈંગોરાળામાં ખેડૂતના 40 વિઘાના ઘઉંમાં આગમાં ખાખ : આગ ઓલવવા જતા ખેડૂત પણ દાઝ્યા

- text


 

ઉધડમાં જમીન વાવનાર ખેડૂતને મોઢે આવેલ કોળિયો છીનવાયો : બાજુના બાવળમાં આગ લાગતા તણખલો ઘંઉમાં પડ્યો હતો

હળવદ : હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે ઉધડમાં જમીન વાવવા રાખનાર ખેડૂતના કાપણીને આરે રહેલા 40 વિધાના ઘઉંમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં આગ ઓલવવા પ્રયાસ કરવા જતાં ખેડૂત પણ દાઝી જતા સારવામાં ખસેડાયા છે. સાથે ખેડૂતનું ટ્રેકટર પણ આગની ઝપેટમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે

આજરોજ મોડી સાંજના હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે કરસનભાઈ દલવાડીએ ઉધડમાં રાખેલ જમીનની બાજુમાં બાવળ માં આગ લાગી હતી જેથી આગનો તણખલો કાપણીના આરે આવેલા ઘંઉમાં પડતા જોતજોતામાં ખેડૂતના ૪૦ થી ૪૫ વિઘાના ઘંઉ આગ પ્રસરી ગઇ હતી જેના કારણે ઘઉં બળીને કોઈલો થઈ ગયા હતા

નજર સામે મહેનત આગમાં હોમાઈ જતાં ખેડૂત દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગની ઝપેટમાં ખેડૂત કરસનભાઈ આવી જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે આ આગની ઝપેટમાં ખેડૂતનું ટ્રેકટર પણ આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે

- text

બનાવની જાણ ગામ લોકોને થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

- text