માળીયામાં વરલી ફીચરના આંકડા લેતો એક ઝડપાયો

- text


માળીયા : માળીયામાં પોલીસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લેતા એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે માળીયા નજીક વાગડીયા ઝાપા પાસે આવેલ જુની મામલતદાર ઓફીસના ખઢેર મકાનની બાજુમાં જાહેરમા વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા આરોપી અલીયાસભાઇ હુશૈનભાઇ ખોડ (ઉ.વ.૨૦, રહે. ખોડવાઢ, માળીયા મીંયાણા)ને રોકડા રૂ. ૩૮૦ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text