કોરોના સંદર્ભે ભય નહિ, જાગૃતિની જરૂરિયાત: સમાજ સેવા કેન્દ્રની અપીલ

- text


મોરબી: મોરબીમાં સમાજ સેવા કેન્દ્ર ચલાવતા ટી.ડી. પટેલે કોરોના સંદર્ભે ફેલાવતી ખોટી ગેરસમજ અને ભ્રામક પ્રચારથી દુર રહેવાની લોકોને અપીલ કરી છે.

ગાંધીનગર તથા રાજકોટ શહેરમાં બ્રાન્ચ ધરાવતી સમાજ સેવા કેન્દ્રના મોરબી શાખાના પ્રમુખ ટી.ડી. પટેલે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, તંત્રએ કોરોનાના નામે લોકોમાં ડર બેસાડી દીધો છે. સામાન્ય ફલૂ, શરદી, ન્યુમોનિયા, ટાઈફોડ, મેલેરિયા, સ્વાઇન ફલૂ સહિતની વાઇરલ બીમારીના ટેસ્ટીગ માટે પ્રયોજવામાં આવતી પ્રક્રિયાથી જ હાલ કોવિડ -19ના કેસો શોધવામાં આવી રહ્યા છે. જે તદ્દન ઉપજાવી કાઢેલ પ્રક્રિયા છે. ચોમાસુ પૂરું થઈને શિયાળો બેસતા જ વર્ષોથી વાયરલ બીમારીઓ થતી આવી છે. જે ઋતુગત બીમારીઓ છે. આવી ઋતુગત બીમારીઓના ભોગ બનેલા દર્દીઓને પણ કોવિડ પેશન્ટ તરીકે હાલ જાહેર કરવામાં આવી રહ્યા છે.

ઉપરોક્ત ટેસ્ટિંગ પદ્ધતિથી કોવિડ પેશન્ટ સાબિત થયેલા દર્દીઓના ભ્રામક આંકડાઓ હાલ વિવિધ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રસારિત થઈ રહ્યા છે. જે આંકડાઓને લઈને સામાન્ય વાઇરલ ઇફેકટેડ વ્યક્તિ પણ કોરોના થઈ ગયો હોવાનું માનીને ફફડી રહ્યો છે. કોરોના સિવાયના તમામ વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓને કોરોનાગ્રસ્ત જાહેર કરવાથી સમાજ પર તેની વિપરીત માનસિક અસરો પડી રહી હોવાનું જણાવી ટી.ડી. પટેલે ઉમેર્યું છે કે, દેશમાં કોરોના સિવાયની અન્ય બીમારીઓને કારણે થતા મૃત્યુનો આંક પણ ખૂબ ઊંચો છે. ભારતમાં થતા જન્મદરની સાપેક્ષ એટલો મૃત્યુદર સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. જેને કોરોનાને કારણે થતા મૃત્યુદરમાં ખપાવીને આંકડાઓ પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

- text

સમાજ સેવા કેન્દ્રના મોરબી પ્રમુખ ટી.ડી. પટેલે વિવિધ તર્ક રજૂ કરીને વધુમાં જણાવ્યું હતું કે, હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. પ્રભાકરને મળ્યો છું. અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ મોરબીમાં સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાઓની મેં રૂબરૂ મુલાકાત લીધી છે. જેઓને ખરેખર કોરોના થયો જ છે એવા દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેઓ સ્વસ્થ થઈ રહ્યા છે તેઓ કોરોના ઇફેકટેડ નથી એવો દાવો ટી.ડી. પટેલે કર્યો છે. કોરોના ફેલાઈ રહ્યો છે એવો ભ્રામક પ્રચાર-પ્રસાર વિદ્યાર્થીઓનું ભણતર બગાડી રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી રહ્યો છે. ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબોને કોરોના કેમ થતો નથી એવો સવાલ ઉઠાવીને ટી.ડી. પટેલે તર્ક આપ્યો છે કે, ગરીબો પાસેથી સારવારના રૂપિયા મળતા નથી. શ્રીમંતો, ઉચ્ચ મધ્યમવર્ગ તથા મધ્યમવર્ગ પાસેથી હેલ્થ સેક્ટરવાળાને કોરોનાની સારવારના નામે રળી ખાવા મળે છે. એટલે આ વિષચક્ર ચાલી રહ્યું છે. તેઓએ દાવો કર્યો છે કે તેમણે બનાવેલી ‘ઓમ સંજીવની’ નામની આયુર્વેદિકનો સુરતમાં તેઓએ 42 લોકો પર પ્રયોગ કરેલો જે તમામને કોરોના સંક્રમિત જાહેર કરેલા. એ પૈકી હાલ તમામ લોકો સ્વસ્થ છે. લોકડાઉનની પરિસ્થિતિને લઈને નાગરિકોએ ભોગવવી પડેલી નકારાત્મક શારીરિક-માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવવો જોઈએ એમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

- text