મોરબીમાં વોટર સપ્લાયર્સને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

- text


 

એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ચોરને ઝડપી લીધો

મોરબી : મોરબીના મુન નગર વિસ્તારમાં વોટર સપ્લાયર્સના કારખાનામાં થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ચોરને રોકડ રકમ સાથે ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ બી.પી.સોનારાની સુચના અને માર્ગદર્શન મુજબ મિલ્કત સંબંધી ગુન્હા શોધી કાઢવા અંગે સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઇકાલે રાત્રીના સમયે મોરબી મુનનગર મેઇન રોડ ઉપર નવજીવન વોટર સપ્લાય કારખાનાની ઓફીસનો લોક ખોલી ટેબલના ખાનામાથી રોકડ રૂ.૧૧૨૦૦ની ચોરી થયેલ હોય જેથી બનાવ સ્થળના સી.સી.ટી.વી તેમજ ખાનગી બાતમીદારોથી માહીતી મેળવતા પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા તેમજ આશીફભાઇ રાઉમાંને મળેલ સંયુકત બાતમી આધારે આરોપી સુનીલભાઇ ભરતભાઇ અગેચાણીયા ઉ.વ.૨૨ રહે. મોરબી વીશીપરા કુલીનગર -૨ વાળાને અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલના રોકડ રૂપીયા કબજે કરી ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.

- text

આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.જી.જેઠવા, પો.હેડકોન્સ પ્રફુલભાઇ પરમાર, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા, ચકુભાઈ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમા તથા ભરતભાઇ હુંબલ સહિતનાઓએ કરેલ છે.

- text