હળવદમાં હિટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત

- text


બાઇક સાથે ટ્રેકટર અથડાવી ચાલક ફરાર

હળવદ : હળવદના કવાડિયા ગામના પાટિયા પાસે એક ટ્રેકટર ચાલકે બાઇક સવાર આધેડને હડફેટે લેતા
બાઇકસવારનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેકટર લઈને ચાલક ફરાર થઈ જતા ટ્રેક્ટરના નંબરને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

હળવદના કવાડિયા ગામના પાટિયાથી ધ્રાંગધ્રા હાઇવે રોડ પર પાટડી તાલુકાના 40 વર્ષીય અજમલભાઈ ધુળાભાઈ ચાચાણી પોતાના બાઇક નંબર GJ 13 AL 2818 લઈને જતા હતા એ દરમ્યાન રોંગસાઈડમાં ઘસી આવેલા ટ્રેકટર નંબર GJ 13 AL 2818 ના ચાલકે બાઇક સવાર અજમલભાઈને હડફેટે ચડાવ્યા હતા. અકસ્માતને લઈને અજમલભાઈના માથાના ભાગે, બન્ને હાથના પંજા પર તથા ડાબા પગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેકટર ચાલક તેનું સોનાલિકા કંપનીનું ટ્રેકટર લઈને નાસી ગયો હતો. મૃતકના નાના ભાઈ દશરથભાઈ ધૂળાભાઈએ હળવદ પો.સ્ટે.માં ઉક્ત બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેકટર નંબરના આધારે ચાલકને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. ઉક્ત બનાવી તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.જી. પારધી ચલાવી રહ્યા છે.

- text

- text