માળિયાના બોડકી ગામે હઝરત તરતપીરના ઉર્ષ મુબારકની ઉજવણી

- text


 

માળિયા : માળિયા મીયાણા તાલુકાના બોડકી અને ખીરસરા ગામને જોડતા સિમાડે હઝરત તરતપીર દાદાની દરગાહ શરીફ આવેલ છે. ઉપરોક્ત બંને ગામમાં મુસ્લિમ સમાજની સંખ્યા જુજ હોય પણ તરતપીર દાદા દરગાહ શરીફને હિન્દુ મુસ્લિમ સમાજના આશ્રથાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે આજ રોજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ એક પંગતમાં સાથે બેસીને ન્યાજ (પ્રસાદ) શરીફમાં ભાગ લીધો હતો અને આશ્રથા ઉમંગભેર તરતપીર દાદાના ઉર્ષ મુબારકની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

- text