ટંકારા ખાતે જેટકોના અધિક્ષક ઇજનેરને સન્માન સાથે વિદાઈ અપાઈ

- text


વાંકાનેર, મોરબી અને ટંકારા સહિતની ડીવીઝન કચેરીના અધીકારી અને કર્મચારી રહ્યા હાજર

ટંકારા : ટંકારા ખાતે જેટકોના અધિક્ષક ઈજનેર વયમર્યાદાના કારણે નિવૃત થતા જિલ્લા ડિવિઝન કચેરી દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ગોંડલ વર્તુળ કચેરીનાના અધિક્ષક ઇજનેર એસ.વી સેલાણી વય મર્યાદાને કારણે 3-3-21 એ નિવૃત્ત થતા મોરબી જિલ્લા ડિવિઝન દ્વારા ટંકારા ખાતે વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં જેટકોની ઉમદા કાર્યને યાદ કરી કર્મચારી અને અધિકારીઓનો હોસલો વધારી ઉતમ કામગીરીની વાતો વાગોળી શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે સુખમય રહેની શુભેચ્છા પાઠવી હતી.

આ તકે મોરબી ડીવીઝનના એસ.એમ.પટેલ વાકાનેર ડીવીઝનના હુલાણી, હડાળા ડીવીઝનના પરમાર અને ટંકારા ડિવિઝનના વ્યાસ ઉપરાંત વાય.એમ.જાડેજા, આર.કે.કકકડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ચેતના સંધાણીએ આભારવિધી કરી હતી.

- text

- text