મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમાબેન ચાવડા, ઉપપ્રમુખ તરીકે મીનાબા વિક્રમસિંહ ઝાલા

- text


મોરબી : મોરબી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે રમાબેન કાનજીભાઈ ચાવડા અને ઉપ પ્રમુખ તરીકે મીનાબા વિક્રમસિંહ ઝાલાના ફાઇનલ થતા આજે બન્ને ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા.

મોરબી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 26 બેઠકો પૈકી કોંગ્રેસને 7 અને ભાજપને 19 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે આવતીકાલે વિધિવત રીતે પ્રમુખ – ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાનાર હોય પાર્ટી આદેશ મુજબ આજે પાનેલી બેઠક ઉપરથી ચૂંટાયેલા રમાબેન કાનજીભાઈ ચાવડાએ પ્રમુખ તરીકે અને પંચાસર બેઠક ઉપરથી ચૂંટાયેલા મીનાબા વિક્રમસિંહ ઝાલાએ ઉપ પ્રમુખ માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું.

- text

આ ઉપરાંત મોરબી તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે રાકેશભાઈ કાવર, શાસકપક્ષના નેતા તરીકે દેવદાનભાઈ આયદાનભાઈ સવસેટા અને દંડક તરીકે ગીતાબેન હર્ષદભાઈ પાંચોટિયાના નામ નક્કી કરાયાનું જાણવા મળ્યું છે.

- text