“બીજા મિત્રોની ગુલામી કરવાનું રહેવા દે” કહી માતા-પુત્ર ઉપર હુમલો

- text


બે શખ્સો સામે હુમલો કર્યાની મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં “બીજા મિત્રોની ગુલામી કરવાનું રહેવા દે” તેમ કહી માતા-પુત્ર ઉપર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલો કર્યાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોહિતભાઇ અવચરભાઇ બારૈયા (ઉ.વ.19, ધંધો. મજુરી, રહે. ત્રાજપર ચોરાવાળી શેરી નં.4, મોરબી-2)એ આરોપીઓ સુનિલભાઇ મનિષભાઇ પરમાર (રહે. ત્રાજપર, મોરબી), વિશાલ શેખાણી (રહે. માધાપર જાપા નજીક, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. 12 ના રોજ આરોપીઓએ સાથે મળી ફરીયાદીપોતાના ઘરની બહાર મેલડીમાંના મંદિરની ડેરી પાસે સુતા હોય તે વખતે આવી ફરીયાદીને ઉઠાડી આરોપીઓએ એમ કહેલ કે, તુ બીજા સાથે મિત્રતા રાખમાં અને બીજા મિત્રોની ગુલામી કરવાનું રહેવા દે. તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ પોતાના હાથમાંની છરી વતી ફરીયાદીને સાથળમાં ઇજા કરી તેમજ ફરીયાદીને બચાવવા વચ્ચે પડેલ સાહેદ ફરીયાદીના માતા મધુબેનને લાકડી વતી ડાબા હાથમાં મુંઢ ઇજા કરી સ્થળ પરથી જતા જતા ગાળો આપી અને હવે પછી હું કહુ તેમ નહીં કરે તો ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text