ઉનાળાના પ્રારંભે જ લીબુંના ભાવ ખિસ્સા તોડી નાખે એવા

- text


હોલસેલ માર્કેટમાં મણ લીંબુના ભાવ 1180 રૂપિયા

મોરબી : હજુ તો ઉનાળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યાં જ લીંબુના ભાવમાં પેટ્રોલ-ડીઝલનો ચેપ લાગ્યો હોય તેમ અઠવાડિયામાં જ 60થી 70 રૂપિયે કિલોના ભાવે મળતા લીંબુના ભાવ સેન્ચુરીને વટાવી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

પેટ્રોલ -ડીઝલના ભાવમાં ભડકાની સાથે કપાસિયા, સીંગતેલ, સોયાબીન અને પામતેલ સહિતના ખાદ્યતેલના ભાવ ભડકે બળતા આમ જનતાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે ત્યારે હવે બાકી હતું તો શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે અને આજે લીંબુના ભાવ સેન્ચુરીને વટાવી ગયા છે મોરબીની હોલસેલ માર્કેટમાં લીંબુ પ્રતિમણ 1000 તો રાજકોટ યાર્ડમાં સારા લીંબુના ભાવ 1180 સુધી પહોંચી ગયા છે અને ઉનાળાના પ્રારંભે આ સ્થિતિ છે ત્યારે આવનાર દિવસોમાં લીંબુના ભાવ ખિસ્સા તોડે તેવા સંકેત મળી રહ્યા છે.

- text

- text