મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે બાઈક હડફેટે રાહદારી ઘાયલ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે બાઈક હડફેટે રાહદારીને ઇજા પહોંચી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુનગર ગામેં રહેતા મંગાભાઇ અરજણભાઇ ઝાલા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ગત તા. ૨૮/૦૨/૨૦૨૧ ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ચોકડીથી નેશનલ હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે GJ-36-K-0955 નંબરના મોટર સાયકલ ચાલકે પોતાનું બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરતા વૃદ્ધને હડફેટે લેતા તેઓને માથાના ભાગે મુંઢ ઇજા તેમજ જમણા પગે ઢીંચણના ફેક્ચર જેવી ઇજા પહોંચી હતી. આ અકસ્માત સર્જીને બાઈક ચાલક નાસી છૂટ્યો હતો. ત્યારે આ બનાવ અંગે ગઈકાલે ઇજાગ્રસ્ત વૃદ્ધે આ બનાવની તાલુક પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text