વાંકાનેરના જોધપરમા જુગાર રમતા પાંચ ઝડપાયા : ત્રણ ફરાર

- text


પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૦,૧૫૦ તથા બે બાઈક મળી કુલ રૂ. ૬૦,૧૫૦ ના મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના જોધપર ગામની સીમમાં આવેલ પાણીની કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૦,૧૫૦ તથા બે બાઈક મળી કુલ રૂ. ૬૦,૧૫૦ ના મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ જુગારની રેડની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જોધપર ગામની સીમ, પાણીની કેનાલ પાસે જાહેરમાં ગોળ કુંડાળુવળી ગંજીપતાના પાના તથા પૈસા વતી પૈસાની હારજીતનો નશીબ આધારીત જુગાર રમતા આરોપીઓ મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા, અશ્વીનભાઇ ઉર્ફે અશોકભાઇ નાથાભાઇ જોગરાજીયા, સીંકદર ઉર્ફે સીકો અબ્દુલ અજીજખાન, દિનેશ પ્રેમજીભાઇ રોજાસરા, સંજય ખીમજીભાઇ સરવૈયાને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ આરોપીઓ રણછોડ મેહુલ મુંધવા, રાઘવ ભરત મકવાણા, જયંતિ નરશી પાડલીયા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. આથી, પોલીસે હાલ સ્થળ ઉપરથી રોકડ રૂ. ૧૦,૧૫૦ તથા બે મોટર સાયકલ કી.રૂ. પ૦,૦૦૦ સાથે મળી કુલ રૂ. ૬૦,૧૫૦ ના મુદામાલ કબ્જે કરી આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text