અગનેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વે શિવપુરાણનું થશે સમાપન

- text


દરવર્ષે આયોજિત થતું પાંચ દિવસીય શિવપુરાણ આ વર્ષે કોરોના સંદર્ભે સીમિત શ્રોતાઓની હાજરીમાં થશે સંપન્ન

મોરબી: અગનેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે 5 દિવસીય શિવપુરાણનું આયોજન શિવરાત્રી નિમિત્તે થતું રહ્યું છે. અગનેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજિત થતા આ શિવપુરાણ કથામાં દરવર્ષે સેંકડો શિવ ભક્તો ઉમટી પડતા હોય છે. જો કે આ વર્ષે કોરોના ગાઈડલાઇન્સને અનુલક્ષીને સીમિત માત્રામાં વ્યવસ્થાના ભાગરૂપ શિવભક્તો હાજર રહ્યા હતા.

- text

અગનેશ્વર મહાદેવ મંદિરે દરવર્ષે શિવરાત્રીના પાંચ દિવસ પહેલા શરૂ થતું શિવપુરાણ શિવરાત્રીના દિવસે વિરામ લ્યે છે. આ વર્ષે ગત રવિવારથી પ્રારંભ થયેલું શિવપુરાણ આવતીકાલે શિવરાત્રીના દિવસે વિરામ પામશે. વાસુદેવભાઈ શાસ્ત્રી દ્વારા પઠન થતા આ શિવપુરાણનું આવતીકાલે શિવરાત્રીના દિવસે સીમિત શિવભક્તોની ઉપસ્થિતિમાં સમાપન થશે.

- text