મોરબીની સરકારી હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ

- text


મુસ્લિમ મહિલાના સેવા કાર્યને બિરદાવાયું

મોરબી : 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી છે. ત્યારે 8 માર્ચના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલના અધ્યક્ષ ડો. દુધરેજીયા હસ્તે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ મોરબી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોરોના મહામારીમાં બિન સવારથી માનવ સેવા કરતી મુસ્લિમ ગરીબ મહિલાને મહિલા દિવસ નિમિત્તે સિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં મુસ્લિમ મહિલા હસીના બેન લાડકા જેવો સતત મોરબી સરકારી હોસ્પિટલમાં નાતજાતના ભેદભાવ વગર સેવાનું કાર્ય કરીને સાચા સેવક તરીકેની ઓળખ પૂરી પાડે છે એ હસીના બેન લાડકા મહિલાનું કોરોના મહામારી અંતર્ગત સેવાકીય કાર્યોને ધ્યાને રાખી મોરબી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર દુધરેજીયા હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે.

- text