ક્રૂડ પામતેલના વાયદાઓમાં ૩૯,૯૬૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૭,૪૯૦ ટનના સ્તરે

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ: ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિ: કપાસ, કોટનમાં નરમાઈ: રબર, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૩૦૩૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૦૯૮૧ સોદામાં રૂ.૧૩૦૩૦.૪૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો, જ્યારે તમામ બિનલોહ ધાતુઓ ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૩૯,૯૬૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૭,૪૯૦ ટનના સ્તરે રહ્યો હતો. કપાસ અને કોટનના વાયદામાં નરમાઈ સામે રબર, સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

વિશ્વબજારની વાત કરીએ તો ડોલર ઈન્ડેક્સ સાડા ત્રણ મહિનાની ઊંચાઈએથી ઘટ્યો હતો. ડોલર ઈન્ડેક્સ ૦.૨૯ ટકા ઘટીને ૯૨.૦૬૨ પોઈન્ટના સ્તરે અને યુએસ બોન્ડ યિલ્ડ ૪.૨૫ ટકા ઘટીને ૧.૫૨૬ના સ્તરે પહોંચ્યો હતો. જેના પગલે વિશ્વબજારમાં સોનાનો ભાવ ૧.૫૯ ટકા વધીને ૧ ઔંશદીઠ ૧૭૦૪ ડોલર અને ચાંદીનો ભાવ ૧ ઔંશદીઠ ૧.૯૪ ટકા વધીને ૨૫.૭૬ ડોલર બોલાઈ રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરેલૂ બજારમાં હાજર અને વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

એમસીએક્સ પર કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૦૪૦૪ સોદાઓમાં રૂ.૫૫૧૭.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૩૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૫૯૪ અને નીચામાં રૂ.૪૪૨૬૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૪ વધીને રૂ.૪૪૫૫૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૮૫૯ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૫૦ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૫ વધીને બંધમાં રૂ.૪૪૫૪૮ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૧૭૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૯૪૯ અને નીચામાં રૂ.૬૫૯૦૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૨ વધીને રૂ.૬૬૭૮૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૯૨૫ વધીને રૂ.૬૬૮૩૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૯૧૫ વધીને રૂ.૬૬૮૨૧ બંધ રહ્યા હતા.

- text

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૬૯૪૯ સોદાઓમાં રૂ.૨૪૯૬.૬૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૩ અને નીચામાં રૂ.૪૭૧૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮ વધીને રૂ.૪૮૦૭ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૪૨૨ સોદાઓમાં કુલ રૂ.૪૮૨.૨૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૨૬૦ અને નીચામાં રૂ.૨૨૧૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ ઘટીને રૂ.૨૨૧૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૦૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૯ વધીને બંધમાં રૂ.૧૧૦૧.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૪ અને નીચામાં રૂ.૯૫૮.૧ રહી, અંતે રૂ.૯૬૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૬૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૩ અને નીચામાં રૂ.૧૨૫૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૨૫૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૩૦૦૬ સોદાઓમાં કુલ રૂ.૩૧૪૪.૮૬ કરોડ ની કીમતનાં ૭૦૭૫.૫૯૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૭૩૯૮ સોદાઓમાં કુલ રૂ.૨૩૭૨.૭૫ કરોડની કીમતનાં ૩૫૭.૦૮૯ ટન, ક્રૂડ તેલમાં ૨૧૭૫૨ સોદાઓમાં રૂ.૧૫૪૦.૨૨ કરોડનાં ૩૨૨૩૭૦૦ બેરલ્સ, કોટનમાં ૪૮૧ સોદાઓમાં રૂ.૪૩.૪૪ કરોડનાં ૧૯૪૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૮૫૩ સોદાઓમાં રૂ.૪૩૫.૩૫ કરોડનાં ૩૯૯૬૦ ટન, મેન્થા તેલમાં ૧૭ સોદાઓમાં રૂ.૨.૦૮ કરોડનાં ૨૧.૬ ટન, કપાસમાં ૩ સોદાઓમાં રૂ.૭.૫૬ લાખનાં ૧૨ ટનના વેપાર થયા હતા.ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૧૦૪૩.૪૧૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૦૨.૧૭૫ ટન, ક્રૂડ તેલમાં ૬૦૪૩ બેરલ્સ, કોટનમાં ૨૮૪૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૭૪૯૦ ટન, મેન્થા તેલમાં ૫૮.૩૨ ટન અને કપાસમાં ૧૬૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૫૪ અને નીચામાં રૂ.૪૧૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૭૩ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૪.૫ અને નીચામાં રૂ.૪૮૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧૧.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૦૦ અને નીચામાં રૂ.૧૬૧૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૨૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૪૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૭૪ અને નીચામાં રૂ.૨૧૮૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૫૩.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૫ અને નીચામાં રૂ.૮૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૮.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૨.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૫ અને નીચામાં રૂ.૭૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૫.૬ બંધ રહ્યો હતો.

- text