ફેબ્રુઆરીમાં નિકાસમાં આંશિક ઘટાડો : નિકાસમાં આત્મનિર્ભર થવા કન્ટેનર પ્રોડક્શન વધારાશે

- text


ફેબ્રુઆરીમાં નિકાસમાં આંશિક ઘટાડો : નિકાસમાં આત્મનિર્ભર થવા કન્ટેનર પ્રોડક્શન વધારાશે

કોરોના કેસમાં વૈશ્વિક લેવલે ઉછાળો આવ્યા બાદ એક્સપોર્ટને અસર

મોરબી : કોરોનાકાળ બાદ ભારતીય નિકાસને વેગ મળ્યો છે જો કે, છેલ્લા બે માસથી સતત નિકાસમાં વધારા બાદ ફેબ્રુઆરી માસમાં નિકાસમાં 0.25 ટકા જેટલો આંશિક ધટાડો નોંધાયો છે આ પાછળનું કારણ કોરોના કેસોમાં થયેલ વધારો માનવામાં આવે છે.

નિકાસ મા આત્મનિર્ભાર તરફ

કોરોના મહામારી બાદ એક્સપોર્ટમા 2021ની શરૂઆત બહુ જ સારી રીતે શરૂ થઈ હોવા છતાં, આગળ જતા તકલીફ આવી શકે તેવુ લાગે છે . સરકારના એક્સપોર્ટના ડેટા મુજબ, કન્ટેનરની તંગી અને સતત કોરોનાવાયરસના કેસો વધતા સતત બે મહિના વધ્યા પછી ફેબ્રુઆરીમાં ભારતીય નિકાસમાં 0.25%નો ઘટાડો થયો છે.ગયા અઠવાડિયે વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે ઉદ્યોગમા એકસપોર્ટના કંટેનરની અછત મુદ્દે ધ્યાન આપવા અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ઉપર ભારતની નિર્ભરતાને મર્યાદિત કરવા માટે દેશમાં કન્ટેનરનુ મેન્યુફેક્ચરિંગ થાય તે તરફ વિચારણા કરવા જણાવ્યું હતું.

- text

બીજી તરફ કોનકોર કંપની દ્વારા હવે ભારતની જરૂરીયાતોને પહોંચી વળવા એક નવુ પગલું ભર્યું છે. પહેલેથી જ જાહેર ક્ષેત્રના બે ઉપક્રમોમાં 1000 કન્ટેનર બનાવવા માટે ઓર્ડર આપ્યા બાદ હવે કોનકોર દ્વારા આગામી મહિનામાં વધુ ટેન્ડર બહાર પાડશે તેવી સંભાવના છે. અને મધ્યમથી લાંબા ગાળે આ પગલાની ભારતીય નિકાસ પર સકારાત્મક અસર પડશે અને એકસપોર્ટરોને કંટેનરની પડતી તકલીફોથી થોડાઘણા અંશે રાહત થશે તેવુ લાગી રહ્યુ છે.

- text