વાંકાનેરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – વાંકાનેર દ્વારા “માતૃશક્તિ વંદના કાર્યક્રમનું” આયોજન કરેલ હતું.

વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થાય છે. એના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા “માતૃશક્તિ વંદના કાર્યક્રમ”નું આયોજન કરેલ હતું. જેમાં પાયલબેન જ્યંતીભાઈ ભટ્ટ, જેઓ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, જેમને “ગાગરમાં સાગર” પુસ્તક લખ્યું છે, રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ માટે કામ કર્યું છે. દિપાલીબેન અનિલભાઈ વૈષ્ણવ, જેઓ છેલ્લા પંદર વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે, સહાનુભતી નહિ પણ સ્વીકૃતિ સાથે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત છે. દમયંતીબેન ગુણવંતરાય મહેતા, જેઓ મહિલા મંડળ ચલાવે છે, જરૂરિયાતમંદ બહેનો માટે શિક્ષણ માટે કામ કરે છે આર્થિક મદદ કરે છે, ગોદાવરીબેન નાથાભાઈ પરમાર નાની ઉંમરે વિધવા બન્યા હોવા છતાં પેટે પાટા બાંધી મજુરી કરી દીકરીને ભણાવી અને દીકરીને મેડિકલના અભ્યાસ અર્થે ફિલિપાઈન્સ મોકલેલ છે. અબાસનીયા મંજુબેન સોમાભાઈ, જેઓ સખી મંડળ ચલાવે છે. દર વર્ષે બહેનોને પોતાના ખર્ચે પ્રવાસ કરાવે છે. હર્ષાબેન હરગોવિંદભાઈ વૈષ્ણવ, બહેનો માટેના જુદા જુદા મંડળો ચલાવી બહેનોને રોજગારી અપાવે છે. શિતલબેન અમિતભાઈ શાહ ગરીબ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન પૂરું પાડે છે. ગરીબ વિદ્યાર્થીઓને મફત ટ્યુશન કરાવે છે. હેતલબેન હમીરભાઈ પાંચીયા ઘણા બધા બંધન હોવા છતાં ભરવાડ સમાજમાંથી શિક્ષણ મેળવી પોલીસમાં ફરજ બજાવે છે. સોનલબેન રોહિતભાઈ વાઘેલા ગાયત્રી મંદિર સંચાલિત સ્કૂલમાં દિવ્યાંગ બાળકો માટે ભગીરથ કાર્ય કરે છે. શેરસિયા શાહીનબેન નજરૂદિનભાઈ પોતે અને પોતાના પતિ બને દિવ્યાંગ હોવા છતાં ગૌરવભેર જીવન જીવે છે અને અન્ય દિવ્યાંગ લોકોને સાધન સહાય અપાવવામાં મદદ કરે છે, દિવ્યાંગ સર્ટીફિકેટ કઢાવી આપે છે.

આમ, પ્રેરણાદાયી કામો કરનાર, સંઘર્ષ કરી સ્વબળે આગળ વધી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરનાર તેમજ સામાજિક સેવામાં યોગદાન આપી અન્ય માટે પ્રેરણારૂપ બનેલ માતૃ શક્તિને સન્માનપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. અને જાણીતા મહિલા વક્તા ગીતાબેન ચૌહાણ પ્રિન્સિપાલ એલ. કે. સંઘવી હાઈસ્કૂલે સી. સી. કાવર (ટી.પી.ઈ.ઓ. વાંકાનેર)એ શબ્દપુષ્પ દ્વારા સંબોધિત કરી અને જાણીતા નારીરત્નોના જીવન કવનનું વર્ણન કરીને માતૃશક્તિને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ સતાસિયા, અધ્યક્ષ નવઘણભાઈ દેગામા, મંત્રી નિરવભાઈ બાવરવા, પ્રચાર મંત્રી હસુભાઈ મકવાણા વગેરે જહેમત ઉઠાવી હતી.

- text

વધુમાં, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહિલા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં લાભુબેન કાડાવદરા અધ્યક્ષ, હર્ષાબેન વૈષ્ણવ મંત્રી, હેતલબેન કરશનભાઈ ગાંભવા ઉપાધ્યક્ષ, ક્રિષ્નાબેન કાસુંદ્રા સી. ઉપાધ્યક્ષ, રાધિકાબેન વાછણી સંગઠન મંત્રી, દિનાબેન ડી. સંઘવી સહમંત્રી, મનીષાબેન ગોસાઈ કોષાધ્યક્ષ, સંગીતાબેન ગોસાઈ આંતરિક ઓડિટર વગેરે હોદ્દેદારોની વરણી કરી ટીમની ઘોષણા કરવામાં આવી હતી.

- text