વાંકાનેર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નિવૃત થતા માનભેર વિદાય અપાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે સેવા આપતા અને મૂળ તીથવા ગામના વતની એવા આઈ. એચ. માથકિયા તા. 28/2/2021ના રોજ સેવા નિવૃત થયા છે.

આઈ. એચ. માથકિયાએ પોતાની કારકિર્દી તા. 10/1/1986થી ધમલપરમાં તલાટી-કમ-મંત્રી કરી હતી. તેઓએ સંપૂર્ણ નોકરી વાંકાનેર તાલુકામાં પુરી કરી અને તેઓને 2009-’19માં ઇન્ચાર્જ રેવન્યુ કલાર્ક તરીકે અને તેઓને 2016માં રેવન્યુ ક્લાર્ક તરીકે પ્રમોશન મળ્યું હતું. તેઓએ 2018થી ઇનચાર્જ વિસ્તરણ અધિકારી (પંચાયત) સેવા આપી અને તા. 30/11/2019 થી તેઓને રેગ્યુલર ચાર્જ વિસ્તરણ અધિકારી (પંચાયત)નો મળ્યો અને છેલ્લે સુધી તે એ હોદ્દા પર ફરજ બજાવતા રહ્યા. તેઓએ તેમની કારકિર્દીમાં જુદા-જુદા સમયે ત્રણ વખત એટીડીઓનો ચાર્જ પણ સાંભળ્યો હતો.

આઈ. એચ. માથકિયા ચૂંટણીના દિવસે જ એટલે કે 28/2/2021ના રોજ નિવૃત થતા હતા. ત્યારે આ સમગ્ર તાલુકા અને તાલુકાના આગેવાનો અને લોકોથી પરિચિત હોવાના કારણે ઉચ્ચ અધિકારીએ ચૂંટણી પૂરી કરાવવાનું કહેતા તેઓએ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણતરી સુધી બે-ત્રણ દિવસ વધુ સેવા આપીને નિવૃત થયા હતા.

- text

આઇ. એચ. માથાકિયાએ ધમલપર ગામથી તલાટી કમ મંત્રીથી શરૂ કરેલી કારકિર્દી દરમિયાન તેઓ ધમલપર ઉપરાંત વાલાસણ, આગાહી પીપળીયા, તીથવા, રૂપાવટી, રાણેકપર વિગેરે ગામોમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરી અને તેઓ હંમેશા બધાને સાથે રાખીને ચાલ્યા, કોઈ વિવાદમાં ન પડ્યા અને કોઇપણ બાબતમાં હંમેશા વચલો રસ્તો કાઢતા રહ્યા. જેથી, આજે આ તમામ ગામના આગેવાનો, તાલુકાના રાજકીય આગેવાનો, અરજદારો, લોકો પણ તેઓને માન આપે છે, માન રાખે છે.

આઈ. એચ. માથકિયા હવે સેવા નિવૃત થયા છે. જ્યારે તેમની પર હવે જવાબદારી પણ નથી ત્યારે તેઓ નિવૃત્ત લાઈફ સુખમય, સંતોષમય વીતે તેવી શુભેચ્છાઓ સ્નેહીજનો અને સાથી કર્મચારીઓએ પાઠવી છે.

- text