રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટને આવકારતું મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ

- text


મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-’22 માટે બજેટ રજુ કરવામાં આવેલ છે. તેને મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ આવકારે છે. આ માટે મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે નાણાંકિય વર્ષ 2021-’22ના બજેટને મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ આવકારે છે અને બજેટમાં કોઈ જ નવા કર લાદવામાં આવ્યા નથી, તે ખુબ જ મહત્વનું છે.

આ તકે મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે આ બજેટ લોકાભિમુખ છે તથા બજેટમાં સમાજના તમામ વર્ગને મહત્વ આપવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે પરંતુ તે ચાલુ કરવાની કાર્યવાહીને પ્રાધાન્ય મળે તેમ કરવું જોઈએ તેવી લાગણી વ્યકત કરાઈ છે.

- text

આ ઉપરાંત, મોરબી સિરામીક હબ છે અને તેના વિકાસ માટે તેમજ ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે બજેટમાં પિપળી-જેતપર–અણીયારી-ઘાંટીલા તેમજ મોરબીથી હળવદ સુધીના રોડને ચાર માર્ગીય બનાવવા માટે પુરતી નાણાંની ફાળવણી કરેલ છે તથા રાજકોટ અને મોરબી જિલ્લાનું એક માત્ર બંદર નવલખી ખાતે નવી જેટી બનાવવા માટે જે નાણાંની ફાળવણી થયેલ છે તે જોતા આમ આ સર્વાંગી વિકાસ કરનાર ગુજરાતનું બજેટ છે. આથી, મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે.

 

- text